Cleanliness Rally Organized at Timbapada Under ‘Swachhata Hi Seva’

  • Home
  • Cleanliness Rally Organized at Timbapada Under ‘Swachhata Hi Seva’
Welcome To (INRECA)

Cleanliness Rally Organized at Timbapada Under ‘Swachhata Hi Seva’

30.09.2026 A cleanliness rally and cleanliness drive were organized at Timbapada Village under the ‘Swachhata Hi Seva’ campaign. Principals, teaching staff, and a large number of students from Sanatan Dharma Senior Secondary School, Sanatan Dharma Shishu Shiksha Sadan, and Sanatan Dharma Upgraded Ashram School, run by the INRECA Sansthan, actively participated in the programme.

During the cleanliness rally, students carried banners displaying cleanliness-awareness messages and raised slogans while moving through Timbapada village, creating awareness among local residents about the importance of cleanliness. The rally conveyed messages about maintaining cleanliness in the village, avoiding littering, and keeping the surrounding environment clean and beautiful.

On this occasion, the school community conveyed the message of continuously participating in cleanliness activities for the development of a clean and healthy society. The students participated enthusiastically throughout the programme and demonstrated their responsibility towards maintaining cleanliness.

.
About

ટીબાપાડામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ

ડેડીયાપાડા ;- ટીબાપાડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરેકા સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ, સનાતન ધર્મ શિશુ શિક્ષા સદન તથા સનાતન ધર્મ અપગ્રેડ આશ્રમશાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્વચ્છતા રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા જાગૃતિના સંદેશાવાળા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટીબાપાડા ગામમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. રેલી દ્વારા ગામમાં સ્વચ્છતા જાળવવા, કચરો ગમે ત્યાં ન નાખવા તેમજ આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રાખવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

રેલી બાદ ટીબાપાડા ગામની આંગણવાડી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે આંગણવાડી પરિસરની સફાઈ કરી કચરો દૂર કર્યો હતો. કાર્યક્રમમાં સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રહે પરંતુ દૈનિક જીવનનો ભાગ બને તે અંગે સૌને પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સતત સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.